હોમ › તમારી કુળદેવી શોધો

તમારી કુળદેવી શોધો

તમારા સમાજ, વંશ કે અટક પરથી શોધો કે કયા પરિવારની કુળદેવી કોણ મનાય છે, તેમનું ધામ ક્યાં છે અને તેમની કથા શું છે.

સમાજ / વંશકુળદેવી / દેવતામુખ્ય ધામ
કડવા પાટીદારઉમિયા માતાઊંઝા, મહેસાણા (ગુજરાત)
કચ્છના જાડેજા, ભાનુશાળી, લોહાણા, ઘણા સિંધી પરિવારોઆશાપુરા મા
કથા વાંચો
માતાનો મઢ, કચ્છ (ગુજરાત)
ચૌહાણ (સાંભર, નાડોલ, હાડા, દેવડા)આશાપુરા / શાકંભરી મા
કથા વાંચો
સાંભર અને નાડોલ (રાજસ્થાન)
રબારી; કચ્છના પરમાર, સોઢા, જાદવ; રાજપુરોહિત (ઉદેશ ગોત્ર)મોમાઈ મા
કથા વાંચો
મોમાઈ મોરા, કચ્છ (ગુજરાત)
ઘણા ચારણ, ભરવાડ, આહિર, લેઉવા પટેલ અને અન્ય ગુજરાતી પરિવારોખોડિયાર મા
કથા વાંચો
માટેલ, રાજપરા, ગળધરા (ગુજરાત)
ગુજરાતના ઘણા પરિવારોબહુચર મા
કથા વાંચો
બહુચરાજી, મહેસાણા (ગુજરાત)
ગુજરાતના ઘણા ખેડૂત પરિવારોમેલડી મા
કથા વાંચો
સૌરાષ્ટ્ર અને આખું ગુજરાત
રાઠોડ (મારવાડ, બીકાનેર)નાગણેચી માનાગાણા, બાલોતરા (રાજસ્થાન)
ચારણ સમાજ; બીકાનેરના રાઠોડ (આરાધ્ય દેવી)કરણી મા
કથા વાંચો
દેશનોક, બીકાનેર (રાજસ્થાન)
ઓસવાળસચ્ચિયાય (ઓસિયા) માઓસિયાં, જોધપુર (રાજસ્થાન)
કરૌલીના જાદૌન (યદુવંશી)કૈલા દેવીકરૌલી (રાજસ્થાન)
કુલ્લુનો રાજવંશહિડિંબા દેવી
કથા વાંચો
ઢૂંગરી, મનાલી (હિમાચલ)
મહારાષ્ટ્રના ઘણા પરિવારો, ધનગર સમાજખંડોબા (કુળદૈવત)
કથા વાંચો
જેજુરી, પુણે (મહારાષ્ટ્ર)
રબારી, રાઈકા અને ઊંટપાલક સમાજપાબુજી (આરાધ્ય લોક દેવતા)
કથા વાંચો
કોલૂ, ફલોદી (રાજસ્થાન)

આ નામ માટે હજી માહિતી નથી. નીચેની રીતે જાણો, અથવા અમને YouTube/Instagram પર લખો — અમે ઉમેરીશું.

એક જ સમાજના જુદા-જુદા પરિવારોની કુળદેવી અલગ હોઈ શકે છે. અહીં એ જ માહિતી છે જે પ્રકાશિત સ્રોતોમાં મળે છે; તમારા પરિવારની પરંપરા માટે ઘરના વડીલોને જરૂર પૂછો.

તમારી કુળદેવી કેવી રીતે જાણવી?

  1. ઘરના વડીલોને પૂછો: લગ્ન, જનોઈ કે બાબરીમાં સૌથી પહેલાં જે માતાજીને તેડું અપાય, એ ઘણી વાર કુળદેવી હોય છે.
  2. પરિવારના ગોર મહારાજ, કે વંશાવળી રાખતા વહીવંચા બારોટ પાસે જૂના ચોપડા હોય છે.
  3. તમારા વતનના ગામનું "થાનક" કે મંદિર જુઓ, જ્યાં પરિવાર દર વર્ષે માથું નમાવવા કે નિવેદ કરવા જાય છે.
  4. ગોત્ર અને મૂળ ગામ ખબર હોય, તો એ વિસ્તારની સમાજ સંસ્થા પાસેથી પણ માહિતી મળી શકે.

સવાલ-જવાબ

કુળદેવી એટલે શું?

કુળદેવી એટલે કોઈ પરિવાર કે કુળની રક્ષક દેવી, જેમની પૂજા એ કુળ પેઢીઓથી કરતું આવ્યું છે.

કુળદેવી અને ઇષ્ટદેવમાં શું ફરક છે?

કુળદેવી આખા કુળની દેવી છે અને પેઢી દર પેઢી ચાલે છે; ઇષ્ટદેવ એ છે જેને વ્યક્તિ પોતાની શ્રદ્ધાથી પસંદ કરે છે.

લગ્ન પછી દીકરીની કુળદેવી બદલાય?

પરંપરામાં લગ્ન પછી દીકરી સાસરાની કુળદેવીને પૂજે છે, પણ ઘણી બહેનો પિયરની કુળદેવીને પણ માનતી રહે છે.